પ્લાસ્ટિકનો પ્રકોપ: ઝેર તો ‘લીધા’ જાણી જાણી ! ક્યારેય વિચાર્યું છે કે આખા દિવસમાં આપણી સાથે ઓક્સિજન પછી સૌથી વઘુ સંપર્કમાં આવતો કોઈ પદાર્થ હોય, તો એ છે પ્લાસ્ટિક. યકીન નહીં હોતા ? ખુદ હી ચેક કર લીજીયે ના ! સવારે ધણધણતા એલાર્મ કલોકનો ડબ્બો હોય કે ટકોર વાગતી ફેન્સી વૉલ ક્લોક એ બનેલી હશે પ્લાસ્ટિકની. બાથરૂમમાં જાવ. પ્લાસ્ટિકનાં ડોલ-ડબલાં, પીવીસીના પાણીના પાઈપ, પ્લાસ્ટિકનું ટૂથબ્રશ ને પેસ્ટનું પેકિંગ. સાબુ પ્લાસ્ટિકની કોથળીમાં કે હોલ્ડરમાં શેમ્પૂ પ્લાસ્ટિકના પાઉચમાં, માઉથવોશ પ્લાસ્ટિકની બોટલમાં શાવર કેપ કે કર્ટેન પણ પ્લાસ્ટિકના નળ કે શાવરમાં ય પ્લાસ્ટિક ટ્યૂબ. કિચનમાં ? પ્લાસ્ટિક જાર. પ્લાસ્ટિક કૂકવેર પ્લાસ્ટિક કેસેરોલ અને બાઉલ ટ્રેન્ડી પ્લેટસ્-સ્પૂન્સ પણ પ્લાસ્ટિકના પ્લાસ્ટિકનું વોટર ફિલ્ટર. ફ્રિજનું ઇનર બોડી પ્લાસ્ટિકનું ડિટ્ટો માઈક્રોવેવ ઓવન, મિકસર કે બ્લેન્ડર. ડાઈનિંગ ટેબલ પર પ્લાસ્ટિક મેટ. પ્લાસ્ટિકના સાફસૂફીના બ્રશને ડબ્બા-ડબ્બી તો ખરા જ પાણી કે કોલ્ડ ફ્રિન્કસની પ્લાસ્ટિક બૉટલ્સ. પછી પણ આખો દિવસ પ્લાસ્ટિક સાથે જ પનારો. લેપટોપ, ડેસ્કટોપ, કી-બોર્ડ, માઉસ ? પ્લાસ્ટિક. ટીવી...