Posts

ભગવાનની કાબેલિયત

ભગવાનની કાબેલિયત એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને એનો બીજો છેડો એમણે જીપના બમ્પર સાથે બાંધ્યો. પછી એમણે એમના મદદનીશને જીપ ધીમે ધીમે પાછળ લેવાનું કહ્યું. ઝાડ સારું એવું નમી જાય તો પોતે એ બચ્ચાને પકડી લે એવો એમનો વિચાર હતો. પાદરી નમી રહેલા ઝાડ પાસે ઊભા રહ્યા. એમનો મદદનીશ ધીમે ધીમે જીપને પાછળ લેતો જતો હતો. ઝાડની ટોચ હવે પાદરીથી ત્રણેક ફૂટ જ દૂર રહી હતી. ઝાડ થોડુંક જ વધારે નમે તો બિલાડીનું બચ્ચું એમના હાથમાં આવી જાય તેમ હતું. અચાનક જીપના બમ્પર સાથે બાંધેલી દોરી તૂટી ! ગોફણમાંથી ગોળો છૂટે એમ પેલું બચ્ચું ઊડીને બાજુના ઘર ઉપર થઈને ક્યાંક દૂર ફેંકાઈ ગયું. પાદરી અને એમના મદદનીશે આજુબાજુમાં ઘણી શોધખોળ કરી, પરંતુ એનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. અંતે સાંજ પડતા પાદરીએ પ્રયત્નો પડતા મૂક્યા અને જેણે એને બનાવ્યું હતું એ ભગવાનને જ એન

એક હજાર લખોટીઓ

એક હજાર લખોટીઓ એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમૅને પોતાનો રેડિયો ઑન કર્યો. આમ તો દરરોજ એ એટલો બધો બિઝી (વ્યસ્ત) રહેતો કે રેડિયો, ટી.વી. કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવનમાં સ્થાન જ નહોતું. રાતદિવસ એ પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એના બાળકો તેમ જ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે એ લોકોએ જોડે ભોજન ક્યારે લીધું હતું ? પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે ? એ શનિવારે એણે આમ જ રેડિયો શરૂ કર્યો હતો. ઘરના બાકીના સભ્યો હજુ સૂતા હતા. જો કે રેડિયો સાવ અમસ્તો તો નહોતો જ શરૂ કર્યો ! હકીકતમાં એ વખતે એણે બહારગામના કોઈ બિઝનેસમૅન જોડે મિટિંગ રાખેલી. કોઈ કારણોસર પેલાની ફ્લાઈટ કેન્સલ થઈ. એટલે હવે સવારના એ એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ એણે રેડિયો ઑન કરેલો. એણે રેડિયો ઑન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરી રહ્યો હતો. એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમૅનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી. એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે, ‘ટૉમ ! તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી ર

ગરીબાઈ !

Image
ગરીબાઈ ! એક ખૂબ અમીર માણસ હતો. એનો છોકરો મોંમાં ચાંદીની ચમચી નહીં, પરંતુ હીરામઢેલ ચમચી લઈને જ જાણે જન્મ્યો હતો. જાહોજલાલીમાં ઊછરતો એ છોકરો જ્યારે આઠ વરસનો થયો ત્યારે પેલા અમીર માણસને એક વિચાર આવ્યો. એને થયું કે બાળકે અમીરાત તો આજ સુધી જોઈ, પરંતુ ગરીબાઈ શું કહેવાય એનો એને ખ્યાલ તો આવવો જ જોઈએ. લોકો પાસે કેટલી ઓછી વસ્તુઓ હોય છે છતાં એ લોકો કેવી રીતે જીવતા હોય છે એનું એ બાળકને પ્રત્યક્ષ જ્ઞાન તો મળવું જ જોઈએ. એટલે એણે દૂરના એક અંતરિયાળ ગામડામાં જવાનો કાર્યક્રમ બનાવ્યો. એ એના થોડાક સગા તેમ જ એની પત્ની તથા બાળક સાથે દૂરના એક ખેતરમાં પહોંચ્યો. ખેતરનો માલિક આ અમીર માણસોને જોઈ દોડતો આવી પહોંચ્યો. પેલા માણસે પોતાનું કુટુંબ એકાદ રાત એના ખેતરમાં ગાળવા માગે છે એવું એને જણાવ્યું. ખેડૂત તો રાજી રાજી થઈ ગયો. એની ખખડધજ ઝૂંપડી પાવન થઈ ગઈ એવું બધું પણ એણે કહ્યું. ખેડૂતના મેલાઘેલા અને ફાટેલાં કપડાં, એના ઘરની દશા તથા અડધા ઉઘાડા, ધૂળમાં રખડતા એના છોકરા એમની દારુણ ગરીબીની ચાડી ખાતા હતા. અમીર માણસ અને એની પત્ની પેલા ખેડૂતના કુટુંબની આગતાસ્વાગતા માણતાં હતાં. એ વખતે એમનો દીકરો ખેડૂતના છોકરાઓ સાથે ખેતરમાં, આજ

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યાં નહિ, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના ! 10 ફેબ્રુવારી આખું આયખું એવા કામમાં વીતાવવાનું  ?- જે કરવું ગમતું ન હોય, પણ જેની જરૃર ન હોય એવી ચીજો ખરીદવા કરવું પડતું હોય ! કયામત સે કયામત તક. યાદ છે, હિન્દી સિનેમાની ફોર્મ્યુલા મસાલા ઢિશૂમ ઢિશૂમ ફિલ્મોથી તાસીર બદલાવી દેનારી આ ફિલ્મ? બ્લોકબસ્ટર હતી – ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ થી ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ’ વાળા ગીતો ધરાવતી આ રોમિયો-જુલિયેટ બ્રાન્ડ લવસ્ટોરી. એ ફિલ્મનું દિગ્દર્શન કરેલું આમીરના કઝીન મન્સૂર ખાને. સગા કાકાનો યુવાન દીકરો. મન્સૂર ખાનના બાપ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દાયકાઓ રાજ કરનારા દિગ્ગજોમાં એક નાસિર હુસેન. ‘તુમસા નહીં દેખા’થી ‘જબ પ્યાર કીસીસે હોતા હૈ’ બનાવનારા. ‘તીસરી મંઝિલ’ના પ્રોડયુસર. ‘યાદોં કી બારાત’ અને ‘હમ કિસીસે કમ નહીં’ના ડાયરેક્ટર. મન્સૂરને પૈસાની કમી હતી નહિ. અને અનલાઈક ફિલ્મી કિડ્સ, એ અમેરિકામાં કોર્નેલ યુનિ. અને પછી ટેકનોલોજીમાં અલ્ટીમેટ ગણાતી એમ.આઈ.ટી.માં સાયન્સ ભણેલો! દિગ્દર્શક તરીકે ભરજુવાનીમાં પહેલી જ ફિલ્મમાં કેટલાયની તકદીર બદલાવી નાખી : આમીર ખાન, જૂહી ચાવલા, આનંદ મિલિં

પ્લાસ્ટિકનો પ્રકોપ: ઝેર તો ‘લીધા’ જાણી જાણી !

પ્લાસ્ટિકનો પ્રકોપ: ઝેર તો ‘લીધા’ જાણી જાણી ! ક્યારેય વિચાર્યું છે કે આખા દિવસમાં આપણી સાથે ઓક્સિજન પછી સૌથી વઘુ સંપર્કમાં આવતો કોઈ પદાર્થ હોય, તો એ છે પ્લાસ્ટિક. યકીન નહીં હોતા ? ખુદ હી ચેક કર લીજીયે ના ! સવારે ધણધણતા એલાર્મ કલોકનો ડબ્બો હોય કે ટકોર વાગતી ફેન્સી વૉલ ક્લોક એ બનેલી હશે પ્લાસ્ટિકની. બાથરૂમમાં જાવ. પ્લાસ્ટિકનાં ડોલ-ડબલાં, પીવીસીના પાણીના પાઈપ, પ્લાસ્ટિકનું ટૂથબ્રશ ને પેસ્ટનું પેકિંગ. સાબુ પ્લાસ્ટિકની કોથળીમાં કે હોલ્ડરમાં શેમ્પૂ પ્લાસ્ટિકના પાઉચમાં, માઉથવોશ પ્લાસ્ટિકની બોટલમાં શાવર કેપ કે કર્ટેન પણ પ્લાસ્ટિકના નળ કે શાવરમાં ય પ્લાસ્ટિક ટ્યૂબ. કિચનમાં ? પ્લાસ્ટિક જાર. પ્લાસ્ટિક કૂકવેર પ્લાસ્ટિક કેસેરોલ અને બાઉલ ટ્રેન્ડી પ્લેટસ્‌-સ્પૂન્સ પણ પ્લાસ્ટિકના પ્લાસ્ટિકનું વોટર ફિલ્ટર. ફ્રિજનું ઇનર બોડી પ્લાસ્ટિકનું ડિટ્ટો માઈક્રોવેવ ઓવન, મિકસર કે બ્લેન્ડર. ડાઈનિંગ ટેબલ પર પ્લાસ્ટિક મેટ. પ્લાસ્ટિકના સાફસૂફીના બ્રશને ડબ્બા-ડબ્બી તો ખરા જ પાણી કે કોલ્ડ ફ્રિન્કસની પ્લાસ્ટિક બૉટલ્સ. પછી પણ આખો દિવસ પ્લાસ્ટિક સાથે જ પનારો. લેપટોપ, ડેસ્કટોપ, કી-બોર્ડ, માઉસ ? પ્લાસ્ટિક. ટીવી